Gujarati Suvichar On Dikri (Daughter) વહાલી દીકરી
આજે વિશ્વ દિકરી દિવસ*
*દિકરી* એટલે દિકરી
બળતી બપ્પોરે ટાઢા પાણીની છાલક ને સાંજ ઢળ્યે રાહ જોતી ઓસરી
*દિકરી* પતંગિયાની સાથે પકડદાવ – રંગના ખાબોચિયામાં ભૂસકો… 'ધબાક'
કાંજી કરેલા વળી ઈસ્તરી કરેલા મારા જીવને ધકેલે વરસાદમાં…છપાક
ચહેરા વિનાના બધા પડછાયા વચ્ચે મને ફરી મળી વારતાની સોનપરી
*દિકરી એટલે દિકરી*
દસ બાય દસની ઓરડી મહેલ બને વચ્ચે મૂકો જો એક ઢીંગલી
વાદળની પારનું ને સૂરજની પારનું દીસે, કરે એ જ્યારે હાઉકલી
ઝાંખી ઝાંખી આંખોનું મેઘધનુષ – દિકરી મઘમઘતા ફૂલોની ટોકરી
*દીકરી એટલે દીકરી*
---------------------
દીકરી એટલે આંગણાનો તુલસી કયારો..
દીકરી એટલે બે કુટુંબને ઉજાળતી ઘર દીવડી..
કેટકેટલા વિશેષણોથી દીકરીને આપણે નવાજીએ છીએ..
નરસિંહ મહેતા જેવા દ્રઢવૈરાગી પિતા પણ કુંવરબાઇના સ્નેહથી બંધાયેલ હતા….
ગુણવંત શાહે સાચું જ કહ્યું છે. ગાંધીજીને એક વહાલસોયી દીકરી હોત તો બાપુના સત્યાગ્રહને પણ ઝાકળની ભીનાશ પ્રાપ્ત થઇ હોત.
~Dikri Mari Ladakvayi , Dikri Status, Dikri And Papa Shayari status